એમવે ઇન્ડિયા 100% પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ કંપની બની

સુરત, 22 ઑગસ્ટ 2022: દેશની સૌથી મોટી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકી એક એમવે ઇન્ડિયા દ્વારા વિસ્તૃત મેન્યુફેક્ચરર જવાબદારી (EPR) કલેક્શન અને એમવે મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે નીકળતા પ્રિ-કન્ઝ્યુમર પ્લાસ્ટિકના કચરાને 100% રિસાઇકલ કરવામાં આવી રહ્યો
હોવાથી હવે તે ‘પ્રિ અને પોસ્ટ કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ’ કંપની બની ગઇ છે. કંપનીએ 800 મેટ્રિક ટન પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે અને રિસાયકલ કરે છે, જે વિવિધ કદની બોટલ, ટ્યુબ, ઢાંકણા, બરણી અને સેશેના 50 મિલિયન યુનિટ કરતાં વધુ પ્લાસ્ટિક પ્રોડક્ટ
કચરાનું વ્યવસ્થાપન કરવા સમકક્ષ છે. વધુમાં, કંપનીએ પ્રિ-પ્લાસ્ટિકના વેસ્ટ ન્યૂટ્રાલિટી પ્રાપ્ત કરવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જોખમી પ્રોડક્ટ્સ અને પ્લાસ્ટિકના કચરાને 100% રિસાયકલ કર્યા છે અને તેનો પુનઃઉપયોગ કરે છે. એકંદર પર્યાવરણીય અને સામાજિક અસરના દૃષ્ટિકોણ સાથે પોતાના વ્યવસાયને આગળ ધપાવતા, કંપનીએ તેની ટકાઉપણાની મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટે કેટલાક સ્પષ્ટ પગલાં સંમિલિત કર્યા છે, જેથી લોકોને વધુ સારું, સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવાની તેની દૂરંદેશીને પુનઃસ્થાપિત કરી શકાય.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા એમવે ઇન્ડિયાના નિયમનકારી બાબતોના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અદીપ રોયે જણાવ્યું હતું કે, “એમવે ખાતે, અમારી પ્રોડક્ટ્સ, પ્રક્રિયાઓ અને વિચારધારામાં આરોગ્યપ્રદ ગ્રહ રાખવાની અમારી કટિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. ટકાઉપણું એ માત્ર અનુપાલન વિશેની બાબત નથી પરંતુ એમવેની સંસ્કૃતિનો આંતરિક ભાગ છે. પ્રિ અને પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રાલિટી પ્રાપ્ત કરવી એ અમારા મુખ્ય સીમાચિહ્નોમાં પૈકી એક છે. જેમ જેમ અમે આગળ વધતા જઇશું તેમ તેમ, પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ ઘટાડવાની વિવિધ રીતો શોધવાનું એકધારું ચાલુ રાખીશું અને અમે જે વિચારી રહ્યા છીએ તેના અનુસંધાનમાં અમે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી અમારી પ્રોડક્ટની બોટલો બનાવીશું. અમે દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અને ભાવિ પેઢીઓને વિકાસ માટે સક્ષમ બનાવવા માટે વધુ ટકાઉક્ષમ કંપની બનવા માટે પ્રતિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ.” એક જવાબદાર કોર્પોરેટ તરીકે, એમવે ઇન્ડિયા દેશમાં એવા પ્રથમ બ્રાન્ડ માલિકોમાંથી એક છે જેમણે પ્લાસ્ટિકના કચરના વ્યવસ્થાપન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) સાથે નોંધણી કરાવી છે.












